webnovel

અર્થા અલંકાર

અર્થાલંકાર એટલે શું ?

વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .

ઉપમેય એટલે શું ?

જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…

ઉપમાન એટલે શું ?

જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે…

સાધારણ ધર્મ એટલે શું ?

બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

ઉપમાવાચક શબ્દો એટલે શું ?

બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.

અર્થાલંકારના પ્રકાર

(૧) ઉપમા (૨) ઉત્પ્રેક્ષા

(૩) રૂપક (૪) અનન્વય (૫) વ્યતિરેક (૬) શ્લેષ

(૭) સજીવારોપણ (૮) વ્યાજસ્તુતિ

ઉપમા અલંકારઃ—

ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે….

 ઉપમાવાચક શબ્દો (શું,શી,શા,જેવું,જેવા,જેવી,જેમનું,તેમનું,સરખું,સમોવડું,તુલ્ય,પેઠે,માફક,સમાન,)

ઉદાહરણઃ—

૧  પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

૨  મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.

૩  સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.

૪  ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.

૫  શામળ કહે બીજાબાપડા, પ્હાણ સરીખા પારખ્યા.

ઉત્પેક્ષા અલંકારઃ—

ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના/શકયતા વ્યકત કરવામાં આવે ત્યારે.. .. ..

ઉત્પેક્ષા વાચકશબ્દોઃ—જાણે,રખે,શકે

ઉદાહરણઃ—

૧ જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.

૨ વપુ-તેજ પ્રગટયું ભગવાન ,જાણે થયા ઉઠે શશિયર-ભાણ.

૩ જયાં-ત્યાં આવી વય બદલી સંતાય,જાણે પરીઓ.

૪ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુંથી માંથી જ મળેલા.

૫ થાય છે મારી નજર જાણે હરણ ન રહે ઠેકતી એ ઘાસમાં.

રૂપક અલંકારઃ—

      ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે …

ઉદાહરણઃ—      

     ૧   બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી.

    ૨   ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.

    ૩   ધણી સુરભિ સુત છે.

    ૪   હરખને શોક ની ના'વે  જેને હેડકી.

       ઊંગતાને પાયે જગની જેલ.

અનન્વય અલંકારઃ—

           ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે…

ઉદાહરણઃ—     

  ૧  મહુડાના વૃક્ષો એટલે મહુડાના વૃક્ષો.

  ૨  હિમાલય એટલે હિમાલય.

  ૩  આકકાનું વર્તન એટલે આકકાનું વર્તન,

  ૪  માતેમા બીજા બધા વગડાના વા.

 ૫ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો.

વ્યતિરેક અલંકારઃ—

           ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે ..

ઉદાહરણઃ

૧  બાપુનુ હૃદય ફૂલ કરતાં કોમળ હતું.

૨  કમળકળી થકી કોમળું રે બેની અંગ છે એનું !

૩  સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માઞ.

૪  ઊર્મિલાની વાણી અમૃતથીયે મીઠી છે.

૫  તું ચંદ્રથી ચારૂ સુહાસિની છે.

શ્લેષ અલંકારઃ—

  જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી (અર્થાત્‌)

  એક જ શબ્દના બે કે બેથી વધારે અર્થ બને ત્યારે…

ઉદાહરણઃ—     

૧  જવાની તો આખરે જવાની છે.

૨  સાહેબ ,આબાં નીચે મરવા પડયા છે.

૩  રવિને પોતાનો તડકો ન ગમેતો જાય કયાં.

૪  હું માનવી માનવ થાઉં તો ઘણું.

૫  તપેલી તપેલી છે.

સજીવારોપણ અલંકારઃ—

           નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોહણ કરવામાં આવે ત્યારે.. .. ..

૧ નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.

૨ ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતાં નથી.

૩ સડક પડખું વાળીને સુઇ ગઇ.

૪ રાતે તડકાએ રસ્તામાં રાતવાસો કર્યો.

૫ ઋતુઓ ને દૂરદૂર વહીજતી જોવું છું.

 નીચેના વાકયોના અલંકારના પ્રકાર જણાવો .

૧ હરિના જનતો મુકિત ન માગે,માગે જનમોજનમ અવતાર .

૨ ભૂતળ ભકિતપદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહી રે..

૩ શામળ કરે બીજા બાપડા પ્હાણ સરીખા પારખ્યા.

૪ જે જોયું તે જાય,ફૂલફુલ્યું તે ખરશે.

૫ મન ! લોચનનો પ્રાણતું,લોચન મન કાય. !

૬ હરખે શોકની ના'વે જેને હેડકી.

૭ જતો હતો અંધ થતી નિશામાં;

      સુગુપ્ત રાજગૃહની દિશામાં.

૮ ત્યાં તો પેલી ચપળદીસતી વાસળી જાય ચાલી.

૯ ને આ બુઠ્ઠોવડ પણ નકારે જ માંથુ હલાવી.

૧૦ ઊંગતાને પાયે જગની જેલ.