આ કહાની એક એવા માણસ ની છે જે ખૂબ અમીર છે.ખાનદાની અમીર જે માણસે ક્યારેય કંઈ જ કામ નથી કર્યું.બસ પોતાના બાપ-દાદા ના રૂપિયા ઉપર જલસા કરે છે.
એનું નામ છે આરવ. તો આરવ પોતાના આલીશાન મહેલ માં એકલો રહેતો હોય છે. કેમકે એના અમુક ખરાબ કામ ના કારણે એનું પરિવાર એની સાથે નથી પણ એ અંત માં તમને સમજાઈ જશે.
એક દિવસ ની વાત છે જ્યારે આરવ પોતાની કાર માં એસી માં પોતાના ડ્રાઇવર નો ઇન્તેઝાર કરતો હોય છે જે બહાર વસ્તુ લેવા ગયો હોય છે ત્યારે જ અચાનક એક છોકરી તેના સાઇડ ગ્લાસ પાસે આવી જાય છે અને તેને "બચાવો મને બચાવો","પ્લીઝ મારી હેલ્પ કરો"કરીને રડવા લાગે છે.
આરવ દરવાજા નો ગ્લાસ નીચે કરીને પૂછે છે કે શું થયું ? કેમ મારો દરવાજો તોડે છે ? ત્યારે તે છોકરી કહે છે કે મારી પાછળ અમુક ગુંડા ઓ પડ્યા છે જે એની સાથે ખરાબ કામ કરીને એને મારી નાખવા માંગે છે. આરવ ને એમાં કોઈ નવાઈ નથી લાગતી કેમકે તે પહેલાં આ બધું કરી ચુક્યો છે એટલે આરવ તેને ત્યાં થી ભગાડવાનો પ્રયત્ન કરે છે પણ તે છોકરી બહુ જ વિનંતી કરે છે પછી આરવ તેને ગાડી ની ડેકી માં સંતાડી દે છે.
ત્યાં જ આરવ પાસે ૩-૪ લોકો આવીને પૂછે છે કે તમે અહીંયા કોઈ છોકરી ને જોઈ છે ? અને આરવ તરત જ તેમને ના કહી દે છે. પેલા લોકો અંદર અંદર વાત કરતા કહે છે કે અહીંયા જ હસે જલ્દી થી શોધો તો મળી જશે. એમ કરીને તે લોકો ત્યાં થી જતા રહે છે. પછી આરવ પેલી છોકરી ને બહાર કાઢે છે અને તેને કહે છે કે આવા લોકો થી સાવધાન રહેવું અને તેને ઘરે મૂકી જવાની પણ વાત કરે છે. અને આરવ તેને તેનું નામ પૂછે છે ત્યારે પેલી છોકરી પોતાનું નામ પ્રિયા જણાવે છે અને આરવ તેને ઘરે મૂકવા જાય છે
એ બંને વચે એવી ખાસ મિત્રતા થઈ ગઈ કે તમને લાગે જ નહિ કે આ બંને હમણાં જ મળ્યા હસે. અને આરવ પ્રિયા ને ઘરે છોડે છે અને બંને એક બીજાની આંખો માં જોઇને નંબર ની અદલા બદલી કરે છે. આરવ ને તો જાણે પહેલી નજર માં જ પ્રેમ થઈ ગયો પણ આ આરવ ને પહેલી વાર નથી થયું તેને પહેલા પણ આવું કેટલીય વાર થયેલું પણ પ્રિયા માટે તેની લાગણી ખુબ જ અલગ હતી કેમકે તે એટલી સુંદર અને દેખાવડી હતી કે કોઈ પણ પુરુષ તેના તરફ આકર્ષિત થઇ જાય. હું પણ શું વાત કરવા લાગ્યો ચાલો તમને આગળ ની કહાની જણાવું.
આરવ અને પ્રિયા તે દિવસ પછી રોજ મળવા લાગ્યા. ક્યારેક સવારે નાસ્તા માટે, તો ક્યારેક રાત્રે ડિનર માટે, ક્યારેક પિક્ચર માટે, તો ક્યારેક ક્યાંક બહાર જવાના બહાને આમને આમ આરવ અને પ્રિયા એક-મેક નાં પ્રેમ માં પડ્યા.
ત્યાર બાદ બે વર્ષ સાથે રહીને આરવ અને પ્રિયા એ લગ્ન કરી લીધા આરવ અને પ્રિયા ખુબ જ ખુશ હતા. આરવ હવે પોતાનું જીવન સુધારવા માંગતો હતો અને તે પ્રિયા ની દરેક વાત માનતો હતો. જેમકે આરવ બસ પ્રિયા નો ગુલામ બની ગયો.
એક દિવસ આરવ ને શરીર માં નબળાઈ જેવું લાગે છે અને એટલે તે અને પ્રિયા ડોક્ટર પાસે જાય છે બતાવવા માટે અને ડોક્ટર આરવ ની તપાસ કરીને તેને દવા લખી આપે છે અને તેને બીજા રિપોર્ટ પણ કરાવવા સલાહ આપે છે આરવ ડોક્ટર ની સલાહ પ્રમાણે બીજા રીપોર્ટ પણ કરાવે છે અને ફરીથી ડોક્ટર પાસે જાય છે પણ ડોક્ટર ને રિપોર્ટ જોઇને બીમારી ની ખબર પડતી નથી અને તે આરવ ને થોડોક ટાઈમ વધારે રાહ જોવા કહે છે અને અમુક દવા ઓ બીજી લખી આપે છે.
આમને આમ 2 અઠવાડિયા નીકળી જાય છે અને એક દિવસ આરવ અચાનક ચાલતા ચાલતા પડી જાય છે. આરવ ને કંઈ જ સમજ માં નથી આવતું કે તેની સાથે શું થઇ રહ્યું છે અને ત્યાં જ પ્રિયા આવે છે અને આરવ ને ડોક્ટર પાસે લઈ જાય છે અને ડોક્ટર પ્રિયા ને કહે છે કે આરવ ની હાલત ખુબ નાજુક છે તેથી તમે જેટલું બને એટલું આરવ નું વધારે ધ્યાન રાખો.
ત્યાર બાદ આરવ અને પ્રિયા એક દિવસ જમવાના ટેબલ ઉપર જમતા હોય છે ત્યારે આરવ ને અચાનક હૃદય માં દુઃખાવો થવા લાગે છે અને તેને લોહીની ઉલટી થાય છે આ બધું જોઈને પ્રિયા ના હોશ ઉડી જાય છે અને તે ડ્રાઇવર ને ગાડી નીકળવાનું કહે છે. અને તરત જ પ્રિયા આરવ ને ડોક્ટર પાસે લઈ જવા માટે નીકળે છે પણ રસ્તા માં જ તેનું અવસાન થાય છે.
પ્રિયા ને આરવ ના મૌત નો ખુબ આઘાત લાગે છે તે રોઈ નથી શકતી, તેને ખાવાનો અને પીવાનો ત્યાગ પણ કરી દીધો હોય છે.
આરવ એક અમીર માણસ હોવાથી પોલીસ તેની મૃત્યુ ના પાછળ નું કારણ જાણવા આવે છે પણ પ્રિયા ની હાલત જોઈ પોલીસ પણ તેની ઉપર રહેમ નજર રાખીને પાછી જતી રહે છે અને ડોક્ટર પાસે થી પોલીસ માહિતી મેળવે છે કે છેલ્લા કેટલાક સમય થી આરવ ની તબિયત ખરાબ રહેતી હતી અને તેથી જ ડોક્ટર ની, ડ્રાઇવર ની અને અન્ય બીજા લોકો ની વાત માનીને પોલીસ માની લે છે કે આરવ નું મૃત્યુ કુદરતી છે.
અને ધીમે ધીમે બધા લોકો જતા રહે છે અને પ્રિયા બંગલા માં એકલી રહેવા લાગે છે અને એક રાત અચાનક ડ્રાઇવર જે બહાર સૂતો હોય છે તેને કૂદી ને કોઈ નો અંદર આવવાનો અવાજ આવે છે અને તે કોઈને અંદર જતા જોવે છે. ડ્રાઇવર તેની પાછળ જાય છે અને તે જોવે છે કે તે માણસ પ્રિયા ને મળે છે અને બંને લોકો હસીને વાતો કરતા હોય છે ડ્રાઇવર ને આ જોઈને આંચકો લાગે છે.
ડ્રાઇવર બંને ને વાત કરતા સાંભળે છે કે હવે આ બધું આપડું છે, આ બેશુમાર દૌલત, આ શોહરત, આ બંગલા, આ ગાડી બધું આપડું છે હવે આપડી વચ્ચે કોઈ જ નથી. અને હવે આપણે આ બધું વહેંચીને ક્યાંક દૂર જતા રહીશું. પ્રિયા તેના પ્રેમી ને પૂછે છે કે તે મને કઈ વસ્તુ આપી હતી જેથી આરવ નું મૃત્યું થયું અને કોઈને ખબર પણ ના પડી.
ત્યારે તેનો પ્રેમી કહે છે કે એ એક ખાસ પ્રકાર નું ઝહેર હતું જે જલ્દી થી મળતું નથી જો તમે કોઈને એ રોજ થોડું થોડું આપો તો એ માણસ ને શું થાય છે એ ડોક્ટર ને પણ ખબર નથી પડતી અને તે મૃત્યુ પામે છે અને આ વાત પર બંને હસવા લાગે છે. અને બંને કેવી રીતે પેલા દિવસે આરવ ને ગાડી પાસે મૂરખ બનાયો એ વાત પણ યાદ કરે છે. અને ડ્રાઇવર પણ બધું સમજી જાય છે ત્યારે જ ડ્રાઇવર ના ફોનની રીંગ વાગે છે અને પ્રિયા અને એનો પ્રેમી સમજી જાય છે કે કોઈ સંતાઈ ને તેમને સાંભળી રહ્યું છે.
પ્રિયા અને તેનો પ્રેમી ડ્રાઇવર ને પકડી લે છે અને તેને પહેલા ખુબ માર મારે છે અને ડ્રાઇવર રોવા લાગે છે અને કહે છે કે મને જવા દો હું કોઈ ને કંઈ જ નહિ કહું. પ્રિયા કહે છે કે હવે આને આમ જવા ના દેવાય નહિતર આ પોલીસ બોલાવશે અને આપડે જેલ જઈશું. એમ કરીને પ્રિયા અને તેનો બોયફ્રેન્ડ ડ્રાઇવર ને પણ મારી નાખે છે અને થોડાક સમય માં પ્રિયા આરવ ની બધી મિલકત વહેંચીને ત્યાં થી જતી રહે છે.
પ્રિયા અને તેનો બોયફ્રેન્ડ હવે ક્યાંક બીજા દેશમાં આરામ થી જલસા ની ઝીંદગી જીવે છે.
હવે થોડાક રિવર્સ માં જઈએ મેં પહેલા કીધું હતું કે આરવ એકલો હતો અને તેનો પરિવાર તેની સાથે નહોતો કારણ કે આરવ એ જ દૌલત ની લાલચ માં પોતાના પરિવાર નું ખૂન કર્યું હતું અને કોઈને ખબર પણ પાડવા દીધી નહોતી. તેણે પોતાના જ માતા-પિતા, પોતાના બે ભાઈ ઓ તથા તેની એક સૌથી નાની બહેન નું પણ ખૂન કરી નાખ્યું હતું. એ દૌલત માટે જે કાલે તો એની હતી અને આજે એ દૌલત બીજાની થઈ ગઇ અને જે રીતે એને છીનવી લીધી એ જ રીતે એની પાસે થી છીનવાઈ ગઈ.
અને એ ઉપર પોતાની સાથે એવી કોઈ જ પણ વસ્તુ ના લઈ ગયો જેનો એને મોહ હતો. સિવાય કે એના કર્મ.
STORYTELLER
કર્મ ક્યારેય કોઈને છોડતા નથી સારા હોય કે ખરાબ અને તમે આ દુનિયા માં થી કોઈ જ પણ વસ્તુ સાથે લઈ નથી જવાના સિવાય કે તમારા કર્મ આરવ એ જે રીતે મિલકત મેળવી એ જ રીતે તેની પાસે થી પણ મિલકત છીનવાઈ ગઈ એટલે તમને ગમે કે ના ગમે બને ત્યાં સુધી લોકો નું સારું કરવાનો પ્રયત્ન કરો.
કેમકે કર્મ જ્યારે તમને દંડ આપે છે ત્યારે તેના માટે કંઈ જ સારું કે ખરાબ નથી હોતું. તમને દંડિત કર્યા સિવાય.
Thank You For Reading this Story' Please Read it & Rate it.