webnovel

વિભકિત

વિભકિત એટલે શું ?

વાકયમાં પદો  વચ્ચે  કર્તા, કર્મ, કરણ વગેરે જુદા જુદા પ્રકારનાં જે સંબંધો હોય છે તેને  વિભકિત સંબંધ કે વિભકિત કહે છે .

વિભકિત શીખવા માટે શું યાદ રાખશો ?

[1] વિભકિતને લાગતા અનુગો :  એ/થી/થકી/માં/નો/ની/નું/ના/નાં

[2] અનુગો  અને નામયોગીઓ :  અનુગો જેમ વિભકિત દર્શાવવાનું કામ કરે છે તેમ નામયોગીઓ પદની પાછળ આવે છે અને વિભકિત દર્શાવે છે.

[3] અનુગ પદની સાથે જોડાઇને આવે છે જયારે નામયોગી અલગ મૂકાય છે.

[4] નામયોગીઓ ધણીવાર પોતાની પહેલાઃ ને/નો/નું/ના/નાં વગેરેમાંથી કોઇ અનુગ લે છે.

[5] અનુગોની સંખ્યા ચોકકસ છે.:  એ/થી/ને/માં/નો/ની/નું/ના/નાં

[6] નામયોગીઓ અનેક છે.:વતી/વડે/થકી/મારફત/દ્બારા/ સાથે/સિવાય /વિના/લીધ

/કારણે/તરીકે/પેઠે/માફક/માટે/કાજે/વાસ્તે/સારુ/ખાતર/તણકેરું/પાસે/તરફ/સામે/અંદર

/બહાર/ઉપર/આગળ/સુધી /અંગે વગેરે વગેરે.

[7] વિભકિતના અનુગો કે નામયોગીઓ મુખ્યત્વે સંજ્ઞા અને સર્વનામને લાગે છે.

ક્રમ                વિભકિત              પ્રત્યય (અનુગો/નામયોગીઓ)

૧               કર્તાવિભકિત –                       ને,એ,થી

૨               કર્મવિભકિત –                       ૦,ને

૩               કરણવિભકિત –                     એ,થી,વડે,મારફત,દ્બારા

૪               સંપ્રદાનવિભકિત –                 ને,માટે,કાજે,વાસ્તે/સારું

૫               અપાદાનવિભકિત –               થી, થકી

૬               સંબંધવિભકિત  –                  નો,ની,નું,ના,તણું,કેરું

૭               અધિકરણવિભકિત –               એ,માં,પર,ઉપર,તરફ,સાથે,સુધી

૮               સંબોધનવિભકિત –                 ૦

કર્તાવિભકિત [પ્રથમાવિભકિત]:—

કોઇપણ પદ જ્યારે ક્રિયાના કરનારને દર્શાવે ત્યારે એ કર્તા વિભકિત છે.               

પ્રત્યયઃ—0 ,એ,ને,થી

ઉદાહરણઃ—

૧  કોશાથી આજે નિશાળે જવાશે નહિ.

૨ સૂતો જ્યોતિષી પ્યાલી ને છાતી સાથે જડી દઇંઢ

૩ ડોહાએ હરખધેલા થઇને કાનાના બાપાને થાપોટોય મારી દીધો.

૪  ખતુડોશીએ ખડકી ઉઘાડી.

૫ શિલ્પીએ કેટલી ખુબીથી કંડાડી છે આ મૂર્તિંઢ

કર્મ વિભકિત [દ્વિતીયાવિભકિત] :—

ક્રિયાનુ લક્ષ્યકે વિષય બતાવનાર પદને કર્મ કહેવાય.

પ્રત્યયઃ— ૦,ને

ઉદાહરણઃ—

૧ કૃણાલ વાર્તા વાંચે છે.

૨ દાદાજી બાળકોને વાર્તા કહે છે.

૩ ભોજનમાં તે ભળે, મનુષ્યને લાગે મીઠું.

૪ ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉ છું.

૫ ખોબેખોબે એ સ્વચ્છ શીતળ જળને પીધંુ.

કરણ વિભકિત [તૃતીયા વિભકિત]:—

કરણ એટલે સાધન.ક્રિયા કરવા જે સાધન,કારણ કે રીત ઉપયોગી હોય તે પદ કરણ વિભકિત.

પ્રત્યયઃ—થી,વડે,થકી,દ્વારા,મારફતે

ઉદાહરણઃ—

૧  જૌમિન ગણિતનાં દાખલા મોઢેથી ગણી શકે છે.

૨ સાવરણીથી એણે ચોક વાળી નાખ્યો.

૩ સાપ આંખોથી સાંભળે છે.

૪ ઇન્દિરા ચકુ મારફતે દાદાને બોલાવે છે.

૫ આ હાથે છાડેલા— હાથથી છાડેલા ચોખા

સંપ્રદાન વિભકિત [ચતુર્થી વિભકિત]:—

ક્રિયાનુ ફળ જેને પ્રાપ્ત થાય છે તે સંપ્રદાન.

પ્રત્યયઃ—ને ,નેમાટે, માટે ,કાજે,વાસ્તે/સારું

ઉદાહરણઃ—

૧ જૈમિને કૃણાલને પુસ્તક આપ્યું.

૨ મુંજ કવિઓને ધન આપે છે.

૩ રાજાએ ગ્રંથ લખવાનું કામ વિદ્વવાનોને સોપ્યું.

૪ એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

અપાદાન વિભકિત [પંચમી વિભકિત]:—

અપાદાન એટલે છુટા પડવું. વાકયમાં જ્યારે છુટા પડવાનોભાવ દર્શાવતાપદને અપાદાન.

પ્રત્યયઃ – થી, થકી

ઉદાહરણઃ—

૧ તે અમદાવાદથી મુંબઇ ગયો.

૨ આંબા પરથી કરી પડી.

૩ મહુડા ઉપરથી બધા મહુડા ખરી પડયા.

૪ શૂલપાણેશ્વર નવાગામથી ઞણ કિલોમીટર દૂર છે.

૫ શૂલપાણેશ્વર પાસેથી નદીને વહેતી જોઉ છું.

૬ મેં ખિસ્સામાંથી પૈસા કઢયાં.

સંબધવિભકિત [ષષ્ઠી વિભકિત]:—

જે નામ પદ સાથે સબંધ બતાવે તે પદને સંબધવિભકિત.

પ્રત્યયઃ—નુ,ના,ની નો ,તણું,કેરું

ઉદાહરણઃ—

૧ ઝાડના ટુકડે ટુકડા કરી નાખ્યા.

૨ મહારાજનો સ્વભાવ બહુ સારો .

૩ રેલવેનું ટાઇમટેબલ અટપટુ હોય છે.

૪ નરસિંહમહેતાના પદો આજે પણ પ્રખ્યાત છે.

૫ આ તો ભગવાનની લીલા છૈ.

 અધિકરણ વિભકિત [સપ્તમી વિભકિત]:—

ક્રિયાનું સ્થાન કે સમય બતાવનાર પદોને અધિકરણ વિભકિત.

પ્રત્યયઃ—માં,પર,ઉપર એ,તરફ,સાથે,સુધી

 ૧ નર્મદાના કાંઠા પર શૂલપાણેશ્વરનું મંદિર છે.

૨ અમરો મહેલમાં રહે છે.

૩ કાનાનાં ઘરમાં  આવાં ઠામવાસણો  છે.

૪ દાદા પલગં ઉપર બેઠા છે.