webnovel

"અનામિક સબંધ"(ભાગ ૧),

આ વાર્તા છે એક એવા સબંધ ની જેનું કોઈ નામ નથી આ વાર્તા છે એક "અનામિક સબંધ" ની

મહેર એક એવી છોકરી છે જેનો આજ સુધી કોઈ છોકરો મિત્ર નથી. તે અવિનાશ ને 11 માં ધોરણમાં પહેલીવાર મળે છે. સમય જતા મહેર અને અવિનાશ વચ્ચે નજીકતા વધે છે અને બંને ખુબ સારા મિત્ર બની જાય છે.મહેર અને અવિનાશ આખો દિવસ સ્કુલ મા સાથે રહે છે એક બીજા સાથે મસ્તી કરે છે વાતો કરે છે બંને વચ્ચે સમય જતા ગાઢ મિત્રતા થય જાય છે, પણ આ બધું મનોહર ને નથી પસંદ આવતું મનોહર મહેર નો પ્રેમી છે મહેર મજાક માં આવીને મનોહર ને પ્રેમ સંબંધ માટે હા પાડી હોય છે. મનહોર મહેર કરતા પાંચ વર્ષ મોટો છે મનોહર એ પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરવા મહેર ને પોતાના પ્રેમ ના જાળ માં ફસાવી હોય છે. મનોહર ને નથી પસંદ કે મહેર અવિનાશ કે બીજા કોઈ પણ અન્ય છોકરા સાથે વાત કરે, તે મહેર ને અવિનાશ સાથે સંબંધ રાખવાની ના પાડે છે.પણ મહેર મનોહર ની વાત માનવા તૈયાર નથી થતી,મનોહર રોજ મહેર ને સ્કૂલ માં જવાની ના પાડે છે અને પોતાની સાથે બહાર ફરવાનું કહે છે જબરદસ્તી તેને સ્કૂલ માં થી બહાર લયી જાય છે,સ્કૂલ ના જવા થી મહેર ને ભણતરમાં મુશ્કેલી થાય છે. રોજ સ્કૂલ માં રાજાઓ પાળવાથી તેના અધ્યાપક તેને સ્કૂલ માં થી કાઢી મુકવાની અને તેના પપ્પા ને કહી દેવાની ધમકી આપે છે. મહેર આ વિષય પર અવિનાશ સાથે વાત કરે છે અને મદદ માંગે છે.

અવિનાશ મહેર ને સમજાવે છે કે તેને મનોહર ને ના પાડીને તેની સાથે નો સંબંધ તોડી નાખવો જોઈએ, મહેર ને પણ અવિનાશ ની વાત સાચી લાગે છે.મહેર ની મદદ કરવા અવિનાશ મનોહર જો મહેર ને નહિ છોડે તો તેના તરફ પોલીસ માં ફરિયાદ નોંધાવાની ધમકી આપે છે. સ્કૂલ ના દિવસો પુરા થાય છે મહેર અને અવિનાશ કોલેજ માં પ્રવેશે છે પણ બંને અલગ અલગ કોલેજ માં ભણે છે તે છતાં તેમની વચ્ચે મિત્રતા રહે છે. મનોહર મહેર ને હેરાન કરવાનું ચાલુ જ રાખે છે. એક દિવસ મનોહર મહેર અને અવિનાશ ને બહાર એક સાથે જોવે છે તેને લાગે છે કે મહેર એ આ છોકરા માટે તેની સાથે સબંધ તોડ્યો છે,અને મહેર નો આ છોકરા સાથે સંબંધ છે.મહેર અને અવિનાશ ને એક સાથે જોયી મનહોર આપો ખોયી બેસે છે અને અવિનાશ સાથે મારપીટ કરવા પહોંચી જાય છે.અવિનાશ ને પણ ગુસ્સો આવી જાય છે અને બંને વચ્ચે મારામારી થાય છે,મહેર બંને ને રોકવાની કોશિશ કરે છે પણ બંને સમજવા તૈયાર નથી.મહેર તેના બીજા સ્કૂલ ના મીત્રો ને ફોન કરીને અવિનાશ અને મનોહર ના ઝઘડા વિષે જણાવે છે અને મદદ માટે બોલાવે છે.મહેર ની વાત સાંભળીને તેના મિત્રો મદદ કરવા દોડી આવે છે,અને મનોહર અને અવિનાશ ને શાંત કરવાનો પ્રયત્ન કરે છે.અવિનાશ મનોહર ને ખુબ મારે છે.છેલ્લે મિત્રો ના કહેવા પર અવિનાશ મનોહર ને છોડી દે છે અને આજ પછી ક્યારેય મહેર ને હેરાન ના કરવાનું કહે છે.એ દિવસ પછી મનોહર કોઈ દિવસ મહેર ને હેરાન નથી કરતો,મહેર હવે એ વિચારીને ખુશ છે કે એ હવે મનોહર થી આઝાદ થઈ ગયી છે અને હવે એને કોઈ થી ડરીને રહેવાની જરૂર નથી.આ બધું ખાલી અવિનાશ ના કારણે જ શક્ય બન્યું છે એમ વિચારીને મહેર અવિનાશ નો આભાર માને છે.મહેર અને અવિનાશ વચ્ચે ની મિત્રતા ગાઢ થતી જાય છે.

જોતજોતા માં મહેર ને અવિનાશ સાથે પ્રેમ થઈ જાય છે.

પણ મહેર ને ડર લાગે છે કે અવિનાશ શું તેનો પ્રેમ સ્વીકાર કરશે? કે પછી તેના પ્રેમ વિશે જાણીને તે તેને છોડી દેશે તો? તેની સાથે વાત કરવાનું બંધ કરી નાખશે તો? એમ વિચારીને મહેર પોતાનો અવિનાશ પ્રત્યે નો પ્રેમ અવિનાશ ને જતાવવાનો વિચાર બદલી કાઢે છે.પણ મહેર તેની એક સહેલી ને પોતાના મન ની વાત જણાવે છે.તેની સહેલી અવિનાશ ને જણાવે છે કે મહેર ને કોઈ છોકરા સાથે પ્રેમ થયો છે મહેર ના સંબંધ વિષે જાણીને અવિનાશ ને દુઃખ થાય છે અને અવિનાશ ના ચહેરા પર આ દુઃખ જોઈ તે સમજી જાય છે કે અવિનાશ ના મન માં પણ મહેર માટે પ્રેમ છે.અને બંને ને મળાવાનું નક્કી કરી તેની સહેલી અવિનાશ ને હકીકત જણાવી દે છે કે જે છોકરા સાથે મહેર ને પ્રેમ છે એ છોકરો બીજું કોઈ નહિ પણ તું જ છે. અવિનાશ ના મન માં શરૂવાત થી જ મહેર માટે પ્રેમ હોય છે.પણ મહેર નો પહેલા થી પ્રેમી હોવાના કારણે અવિનાશ મહેર ને કઈ ના કહેવાનું જ ઠીક સમજે છે,પણ જયારે અવિનાશ ને મહેર ના પ્રેમ વિશે ખબર પડે છે.એ વિચારે છે આ જ સાચો સમય છે મહેર ને દિલ ની વાત જણાવવાનો,અને એક દિવસ અવિનાશ મહેર ની કોલેજ જાય છે તેને લેવા,અવિનાશ મહેર ને બાઇક પર એક ખાલી જગ્યા પર લઇ જાય છે જ્યાં બંને એકલા હોય છે.અવિનાશ હિમ્મત કરીને મહેર ને કહે છે કે હું તને પ્રેમ કરું છું મહેર ત્યાર થી જ્યાર થી તને પહેલી વાર જોયી છે,પણ ક્યારેય તને કહેવાની હિમ્મત નથી થયી આજે કહું છું કે આઈ લવ યુ મહેર મને ખબર છે કે તું પણ મને પ્રેમ કરે છે.મને નથી ખબર કે તું કેમ છુપાવતી હતી આ વાત મારા થી પણ મહેર મને ખબર પડી ગયી છે કે તું પણ મને ચાહે છે.બે મિનિટ માટે મહેર ચુપ થયી જાય છે અવિનાશ એક મુસ્કાન આપીને પૂછે છે.હવે આઈ લવ યુ ટૂ સાંભળવા કેટલી રાહ જોવી પડશે?મહેર શરમાય છે અને હલકા અવાજ માં ધીમે થી કહે છે આઈ લવ યુ ટૂ. અવિનાશ મહેર ને ગળે લગાડી દે છે આ સાંભળીને.

અહિયાં થી શરુ થાય છે મહેર અને અવિનાશ ની પ્રેમ કથા.

મહેર અને અવિનાશ રોજ મળવા લાગે છે બંને વચ્ચે પ્રેમ વધે છે અને એમનો પ્રેમ દરેક હદ વટાવી દે છે,કોલેજ ના દિવસો પુરા થાય છે.મહેર અને અવિનાશ એક જગ્યા એ એક જ સાથે નોકરી કરે છે.એક દિવસ મહેર ને ઘરે પહોંચતા મોડું થયી જાય છે.મહેર ના ઘર ના લોકોને મહેર ની ચિંતા થાય છે.મહેર ઘરે પહોંચે છે ત્યારે ઘર ના લોકો તેને સવાલ કરે છે કે ઘરે પહોચતા આટલો સમય કેમ લાગ્યો?.મહેર ઘભરાયી જાય છે મહેર ની મમ્મી તેને પૂછે છે કે શું થયું બેટા તું અમારા થી કઈ છુપાવી રહી છે.મહેર એની મમ્મી થી કઈ છુપાવી નથી શકતી અને હકીકત જણાવી દે છે.મહેર ના પપ્પા તરત જ ના પડી છે આ સંબંધ માટે એ કહે છે આપણે અને અવિનાશ અલગ અલગ જાતિના છીયે,મહેર રડવા લાગે છે અને અવિનાશ સાથે લગ્ન કરવાની જીદ્દ કરે છે.મહેર કહે છે હું અવિનાશ વિના નથી રહી શક્તી અને જો મારા લગ્ન એની સાથે નહિ થાય તો હું કોઈ ની સાથે લગ્ન નહિ કરું.મહેર એના પપ્પા જોડે આજીજી કરે છે અને સમજાવે છે.મહેર ની મમ્મી પણ તેના પપ્પા ને સમજાવે છે અને કહે છે કે એક વાર મળવા માં વાંધો નથી અવિનાશ સાથે,મહેર ના પપ્પા અવિનાશ સાથે મળવા તૈયાર થાય છે.

મહેર બેહદ ખુશ થયીને અવિનાશ ને જણાવે છે કે પપ્પા તને મળવા માંગે છે આપણાં લગ્ન વિષે વાત કરવા.અવિનાશ મહેર ને કહે છે તને નથી લાગતું કે આ બહુ જલ્દી છે આપણે પહેલા આપણા કરિયર વિષે વિચારવું જોઈએ.અને મેં મારા ઘરે પણ આ વિષે કઈ કહ્યું નથી અને સાચું કહું તો મને નથી લાગતું મારા ઘર ના લોકો આપણા સંબંધ માટે હા પાડશે.અને હું મારા ઘર ના લોકોની વિરુદ્ જઈને તારી સાથે લગ્ન ના કરી શકું.તને પણ ખબર છે ને આપણે નક્કી કર્યું હતું કે લગ્ન બંને ના ઘર ના લોકો ની સહેમતી થી જ કરીશું,નહિ તો અલગ થઈ જઈશું.મહેર કહે છે હા અવિનાશ યાદ છે મને પણ આપણે પ્રયત્ન તો કરી શકીયે છીયેં.અવિનાશ કહે છે ઠીક છે હું કાલે આવીશ તારા પપ્પા ને મળવા એમ કહીને અવિનાશ ફોન મૂકી દે છે.બીજા દિવસે અવિનાશ રાત્રે નોકરી પતાવીને મહેર ના ઘરે પહોંચે છે.મહેર ના પપ્પા અવિનાશ સાથે વાત કરે છે અને અવિનાશ ને પણ પોતાના ઘરે મહેર અને અવિનાશ વિષે જણાવવા કહે છે.મહેર ના પપ્પા ને મહેર માટે અવિનાશ પસંદ આવે છે.બીજા દિવસે અવિનાશ પણ હિમ્મત કરીને મહેર વિશે પોતાના ઘર ના લોકો સાથે વાત કરે છે.પણ અવિનાશ ના મમ્મી પપ્પા લગ્ન માટે ના પાડી દે છે.અને કહે છે મહેર અલગ જાતિ ની છે બેટા એ આપણા ઘર માં સેટ થઇ જ ન શકે અને બીજી વાત કે આજ સુધી આપણા કુટુંબ ની અંદર કોઈ એ લવ મેરેજ નથી કર્યા.અવિનાશ ઉદાસ થઇને મહેર ને ફોન કરે છે અને બધી વાત જણાવે છે.મહેર અવિનાશ ને પૂછે છે કે અવિનાશ હવે શું?મહેર અવિનાશ ને કહે છે કે જો સાંભળ મહેર આ ખુબ જ કઠિન નિર્ણય છે પણ આ જ ઠીક રહેશે બધા માટે કે આપણે અલગ થઇ જઈએ.અવિનાશ મહેર ને કહે છે કાલે આપણે છેલ્લી વાર મળીને અલગ થઇ જઇશું.અને પછી ક્યારેય નહિ મળીયે.અને આટલું કહીને અવિનાશ નો ફોન કપાય જાય છે.બીજા દિવસે બપોર ના સમયે મહેર અને અવિનાશ એક બીજાને મળે છે.બંને એક બીજાને જોવે છે અને રડીને એકબીજા ને ભેટી લે છે.અવિનાશ મહેર ને સમજાવે છે કે મહેર આપણે હિંમત રાખવી પડશે જો આ જ આપણા બધા માટે ઠીક રહેશે આપણે અલગ થવું જ પડશે.અને બસ પછી બંને ત્યાંથી અલગ પડે છે.મહેર અને અવિનાશ બંને એક બીજાને યાદ કરે છે સાથે વિતાવેલી પળો ને યાદ કરે છે,આ બાજુ અવિનાશ ના મમ્મી પપ્પા અવિનાશ માટે છોકરી જોવાનું ચાલુ કરી દે છે.અવિનાશ પહેલા ઝઘડો કરે છે અને કોઈ બીજા સાથે લગ્ન કરવાની ના પાડે છે.પણ એના મમ્મી પપ્પા ની લાગણી ભરી વાતો સાંભળી એમની ખુશી માટે લગ્ન ની હા પાડે છે એમ કહીને કે આ હું ખાલી તમારી ખુશી માટે કરું છું આમાં મારી કોઈ જ ઈચ્છા કે સુખ નથી

બીજા દિવસે અવિનાશ ના પપ્પા અવિનાશ ને લયીને એના માટે એક છોકરી જોવા જાય છે.અવિનાશ ના પપ્પા અને છોકરી ના મમ્મી પપ્પા વચ્ચે વાતો થાય છે અને બધા અવિનાશ અને એ છોકરી ને અલગ રૂમ માં જઈને એક બીજા સાથે વાત કરવાનું કહે છે.અવિનાશ કોઈ સવાલ કર્યા વિના અને એ છોકરી ને એક નજર પણ જોયા વિના ત્યાં થી નીકળી જાય છે.ઘરે આવીને અવિનાશ અને તેના પપ્પા નો આ બાબત પર ઝઘડો થાય છે.અવિનાશ તેના પપ્પા ને કહે છે કે હું આ નહિ કરી શકું મારા થી આ નહિ થાય.હું મહેર સિવાય કોઈ બીજા વિશે વિચારી પણ નથી શકતો હું એને ખુબ જ પ્રેમ કરું છું,પણ અવિનાશ ના પપ્પા માનવા તૈયાર નથી અને અવિનાશ ને મહેર સાથે લગ્ન માટે ના પાડી દે છે.અવિનાશ એ દિવસે રાત્રે મહેર ને ફોન કરે છે અને મળવા માટે કહે છે,બીજા દિવસે અવિનાશ અને મહેર એક બીજાને મળે છે.અવિનાશ બધી વાત મહેર ને જણાવે છે.મહેર અવિનાશ ને કહે છે હું અહિયાં છું તારી નજીક એટલે તું મને ભૂલી નથી શકતો એટલે મેં વિચારી લીધું છે અવિનાશ કે હું આ શહેર છોડીને જતી રહીશ તારા થી દૂર એટલે તું મને સહેલાઇ થી ભૂલી જઈશ.આ વાત ઉપર અવિનાશ મહેર ને થપ્પડ મારી દે છે અને અવિનાશ મહેર ને થપ્પડ મારવા બદલ સોરી કહે છે અને મહેર ને ગળે લગાડીને રડવા લાગે છે.અવિનાશ કહે છે હું તને ખુબ જ પ્રેમ કરું છું અને તારા વિના નહિ રહી શકું મહેર આપણે હમણાં જ લગ્ન કરી લઇએ ચાલ.મહેર અવિનાશ ને રોકે છે અને કહે છે ના અવિનાશ આમ કમજોર ના પડીશ તને યાદ છે ને આપનો નિર્ણય.અવિનાશ કહે છે ઠીક છે પણ હું હાર નહિ માનું મહેર હું તને પામવા માટે બનતા બધા જ પ્રયત્નો કરીશ.આટલું કહીને બે અલગ પડે છે.અવિનાશ બે વર્ષ સુધી તેના પરિવાર ને મનાવવાનો પ્રયત્ન કરે છે અવિનાશ આ વાત તેના નાના ને કહે છે અવિનાશ ના નાના સંબંધ માટે માની જાય છે અને અવિનાશ ના માતા પિતા ને પણ સમજાવે છે.છેલ્લે બધા માની જાય છે અને અવિનાશ ને મહેર સાથે લગ્ન ની પરવાનગી આપી દે છે.અવિનાશ તરત જ મહેર ને ફોન કરીને જણાવે છે કે હું તને મળવા આવું છું એક બહુ જ સિરિયસ વાત છે.મહેર ને ચિંતા થાય છે કે શું વાત હશે પણ પછી એ અવિનાશ ને મળે છે.અવિનાશ મહેર ને જણાવે છે કે મારા લગ્ન નક્કી થઇ ગયા છે અને એ છોકરી.. આટલુ સાંભળતા ની સાથે જ મહેર રડવા લાગે છે અવિનાશ મહેર ને શાંત કરે છે અને કહે છે અરે ગાંડી સાંભળ તો ખરી જે છોકરી સાથે મારા લગ્ન નક્કી થયા છે એ બીજું કોઈ નહિ તું જ છે.આ સાંભળીને મહેર ગુસ્સા માં અવિનાશ ને મારવા લાગે છે અને કહે છે તો તે સીધી રીતે કેમ ના કહી આ વાત હું કેટલી ડરી ગયી હતી કે તું કોઈ બીજી છોકરી સાથે આટલું કહેતાંની સાથે જ અવિનાશ મહેર ના મોઢા પર હાથ મૂકી દે છે અને કહે છે જે હું વિચારી પણ નથી શકતો આ વાત તું કહી કેવી રીતે શકે.આટલું કહીને અવિનાશ મહેર ને ગળે લગાડી દે છે.મહેર ના પપ્પા અવિનાશ ના પપ્પા સાથે લગ્ન ની વાત કરવા જાય છે.અવિનાશ ના પપ્પા કહે છે લગ્ન તો કરાવીશુ અમે પણ અવિનાશ ના બહેન ના લગ્ન થાય પછી.મહેર ના પપ્પા કહે છે પણ ત્યાં સુધી ગણું મોડું થઇ જશે કેમ કે અવિનાશ ની બહેન આરતી હજુ બારમાં ધોરણ માં ભણે છે.એ હજુ લગ્ન માટે ગણી નાની છે તો ત્યાં સુધી,આટલું બોલતા ની સાથે જ અવિનાશ ના પપ્પા વચ્ચે બોલી પડે છે કે જો અવિનાશ લવ મેરેજ કરશે તો એની બહેન માટે કોઈ સારો સંબંધ નહિ મળે.અને બસ બંને છુટાં પડે છે ઘરે આવીને મહેર ના પપ્પા મહેર ને બધી વાત કરે છે.મહેર અવિનાશ ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરે છે. શું મહેર અને અવિનાશ ના સબંધ ને લગ્ન નું નામ મળશે?