webnovel

*Kishor Classes *

*ch. 1 ભારતનો સાંસ્કૃતિક વારસો*

*ભારત નો પરિચય અપો.

=ભારત સમૃદ્ધ અને વૈવિધ્યસભર વરસો ધરાવે છે.

=વિષ્ણુપુરાણ ગ્રંથ માં ભારત નો...

=હિંદમહાસાગર ની ઉત્તરે, હિમાલય દક્ષિણે આવેલ છે.

=એશિયા ખંડ ની દક્ષિણે, વિશ્વ માં વિસ્તાર ની દ્રષ્ટિ એ સાતમોં અને વસ્તી ની દ્રષ્ટિ એ બીજો નંબર ધરાવે છે.

=ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે ભારત દેશના નામો છે.

=વિદેશી પ્રજા સાથે ભારતીય સંસ્કૃતિ ના લોકો એ સાતત્ય પૂર્ણ વિકાસ કર્યો છે.

*વિષ્ણુપુરાણમાં ભારત વિશે કહ્યું છે કે:

" સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ નું નામ ભારત વર્ષ છે જેના સંતાનો ભારતીય છે."

* ભારતના સમૃદ્ધ વારસાની સમજ આપો.

= ભારત વારસો સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે.

~ વારસો: આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ ને સાંસ્કૃતિક વારસો કહે છે.

= આપણે દૈનિક પ્રતિજ્ઞા

" હું મારા દેશને ચાહું છું. અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસા નો મને ગર્વ છે. "

= વિશ્વની પ્રજા સાથે વારસાના તત્વનું આદાન-પ્રદાન ભારતે કરી છે.

= વારસાને મુખ્ય બે વિભાગમાં વિભાજીત કરેલ છે.

1) પ્રાકૃતિક વારસો

2) સાંસ્કૃતિક વારસો

*સંસ્કૃતિ એટલે શું?

=સંસ્કૃતિ એટલે માનવ જીવન જીવવા ની રીત.

=સંસ્કૃતિ એટલે માનવ મન નું ખેડાણ...

=માનવી ની ગુફા થી ઘર સુધી ની વિકાસયાત્રા.

=રશિયન સમાજશાસ્ત્રી મેલીનો વ્સ્કી,

"માનવ સમાજ ના મૂલ્યો, ટેવો, આચાર -વિચાર, રહેની -કહેની, ધાર્મિક પરમપરા ઓ અને જીવન ને ઉચ્ચતમધ્યેય તરફ લઇ જતા આદર્શોનો સરવાળો...

=કોઈ પણ પ્રજા સમૂહ ની આગવી જીવનશૈલી,

"The way of Life "

=માનવી ના ખોરાક, પોશાક, વસવાટ...

*ભારત ના પ્રકૃતિ વરસા ની સમજ.

~વ્યાખ્યા :પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે ના નિકતમ સંબંધો ના પરિણામ ને...

~તત્વો :પશુ -પક્ષીઓ, વૃક્ષો, વેલા, સૂક્ષ્મ જીવો તથા માનવ પણ પ્રાકૃતિક વરસા નું તત્વ છે.

~પ્રાકૃતિક વારસો કુદરત ની અમૂલ્ય ભેટ છે.

~ ભૂમિ સ્વરૂપો:પર્વતો, ઉચ્ચપ્રદેશ, ખીણ, કોતર, દરિયા કિનારા, ખાડકો, નદીઓ, રણ વગેરે.

*પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર પ્રાચીન છે.

=બૌદ્ધ ધર્મ ની જાતક કથાઓ અને પાંચતંત્ર ની વાર્તાઓ માં પણ પ્રકૃતિ નો ઉલ્લેખ.

=માનવી ના ખોરાક, શુદ્ધપાણી, વસવાટ ની તમામ અવશ્યકતાઓ પ્રકૃતિ દ્વારા પૂર્ણ થાય છે.

=આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત પર પ્રકૃતિ નો પ્રભાવ જોવા મળે છે.

=આપણા વાર, તહેવાર, ઉત્સવ, પર્વ, ચિત્રાકન વગેરે પર પ્રકૃતિ નો પ્રભાવ જોવા મળે છે.

=આપણું ઋતુચક્ર અને ઉત્સવો પણ પ્રકૃતિ ને આધીન છે. ~પ્રકૃતિ પર આધારિત ત્રણ ચિકિત્સા પધ્ધતિઓ,

1)આયુર્વેદ

2)યુનાની

3)નેચરોપેથી

=પ્રકૃતિક તત્વો ને ધાર્મિકતા સાથે...

* ભૂમિદ્રશ્યો:

("હિમાલય નું મહત્વ."સમજવો )

= ભૂમિ-આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યો નું સર્જન જોવા મળે છે.દા.ત.હિમાલય

=હિમાલય પર્વત ભારત ની ઉત્તર સીમા ની દીવાલ સમાન છે. ખનીજ, પ્રા.તત્વો, જળપ્રાપ્ત.

=હિમાલય ના પાર્વતીય પ્રદેશ માંથી બારેમાસ પાણી થી ભરપૂર નદીઓ પીવાલાયક અને સિંચાઈ નું જળ.

=હિમાલય ના પર્વતીય પ્રદેશ માંથી અનેક ઔષધિઓ

= બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ જેવા યાત્રાધામો.

= હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો ભાગ રહ્યો છે આથી, આર્ય પ્રાચીનકાળથી પર્વત અને પવિત્ર ગણી પૂજા કરે છે.

= નંદાદેવી, કાંચન જંગા અને k2 જેવા ઊંચા શિખરો.

*નદીઓ :

=વિશ્વની મોટાભાગની સંસ્કૃતિઓ નો વિકાસ નદી કિનારે થયો છે.

=" ભારતમાં નદીઓ અને પવિત્ર ગણી લોકમાતા નુ બિરુદ આપ્યું છે."

= આર્યો પ્રાચીનકાળથી નદીઓને પવિત્ર ગણી પૂજા કરે છે.

= ભારતીય સંસ્કૃતિ "સિંધુ" અને "રાવી" નદીના કિનારે પાલન-પોષણ પામી છે.

= "ગંગા, યમુના, સિંધુ, કાવેરી, નર્મદા,... "

= માનવીને નદી કિનારે, પીવાલાયક, સિંચાઈનું પાણી...

= નદી કિનારાની માટી માંથી ઘર બનાવ્યા, વાસણો... ઘરના આંગણામાં લીપણી...

* વનસ્પતિ જીવન:

= ભારતીય પ્રજા હજી સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે જેની સાક્ષી તેના વૃક્ષ પ્રેમ પશુ પ્રેમ અને છોડવાઓ પ્રત્યે આદર સૂચવે છે.

= માણસ,પ્રાણી,પશુ-પક્ષી ના હાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે.

= ભારતમાં વડ,પીપળો અને તુલસીને પવિત્ર ગણી પૂજા કરવામાં આવે છે અને વડસાવિત્રીના વ્રત માં વડની પૂજા કરવામાં આવે છે.

= અનાજ,કઠોળ,તેલિબિયાના છોડ ધન-ધાન્યથી લહેરાતા ખેતરો,વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધીઓ માટે ઉપયોગી છોડવા દે આપણા બધી પ્રાચીનકાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.

= હરડે,કુવારપાઠું,આમળા,બહેડા,અરડૂસી,લીમડો વગેરે ઔષધીઓ એ તથા મોગરો,ગુલાબ,કમળ,સૂરજમુખી,ચંપો, રજનીગંધા જોઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર, સુવાસિત,નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે.

= ભારતના સામાજિક,ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે.

* વન્યજીવન:

= પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિપ્રેમી હોવાની સાથે સાથે પ્રાણીપ્રેમી સંસ્કૃતિ ધરાવતો પણ દેશ છે.

= વાઘ,સિંહ,હાથી,ગધેડો,ચિત્તો,શિયાળ, રીંછ,હરણ,રીંછ, રોજ,સાબર,સસલા,અજગર,સાપ,નાગ, નળિયા,ઘો,સાહુડી અનેક જીવો જોવા મળે છે.

= વન્ય જીવોની વાઘ,મોર,મગર,ગરૂડ વગેરે ને દેવી-દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે.

=વિશ્વમાં એ સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ જોવા મળે છે.

= આપણી રાષ્ટ્રમુદ્રા માં પણ ચાર સિંહો,ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મુલ્ય આક્યુ છે.

=આ જીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ કરેલ છે.

* ભારતનો સાંસ્કૃતિક વારસો.

= માનવી પોતાની બુદ્ધિશક્તિ, કલા-કૌશલ્ય અને આ વ્રત દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેના સાંસ્કૃતિક વારસો કહે છે.

= આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો,શિલાલેખો,સ્તૂપો, વિહારો,ચૈત્યો,મકબરા,મસ્જીદો, કિલ્લાઓ, ગુંબજ, રાજમહેલો, દરવાજા, ઇમારતો,ઉત્ખનન કરેલા ફળો તેમ જ ઐતિહાસિક સ્મારકો સમાવેશ કરી શકાય છે.

= ભારતમાં એક વિદેશી પ્રજા શક, ક્ષત્રય, કૃષાણ, હુણ અનેક વિદેશી પ્રજાઓ સાથે મળીને સામનવિત સમૃદ્ધ સંસ્કૃતિ નું નિર્માણ કર્યું.

= સિંધુખીણ સં. પાંચ હજાર વર્ષ પ્રાચીન સિલ્ક કંડારવાની કલા પ્રસિદ્ધ.

= દાઢીવાળા પુરુષ નો શિલ્પ, ધાતુની નર્તકી નો શિલ્પ.

= દેવી-દેવતા પશુ-પક્ષીઓના માનવના શિલ્પ પ્રસિદ્ધ.

= ઊંધા કમળ પર વૃષભ અથવા સિંહનું શિલ્પ પ્રસિદ્ધ છે.

= મૌર્ય યુગના શીલ સુપ્રસિદ્ધ છે.

= બૌદ્ધ ધર્મના શિલ્પોમાં ધર્મ ચક્ર વાળી બુદ્ધની પ્રતિમા.

= ભગવાનનું પ્રજ્ઞાપારમિતા નું શિલ્પ.

= જૈન તીર્થંકરોની મૂર્તિઓ.

= ઇલોરાની ગુફા ના ગુફા શિલ્પ... રાષ્ટ્રકુટ ના રાજવીઓ.

* ગુજરાત નો સંસ્કૃતિક વારસો:

= સાંસ્કૃતિક,પૌરાણિક, પુરાતત્વીય ધાર્મિક મહત્વ છે.

~ પુરાતત્વીય સ્થળ:

લોથલ- ધોળકા

રંગપુર-લીંબડી,સુરેન્દ્રનગર

ધોળાવીરા-કચ્છ

શ્રીનાથગઢ(રોજડી)-રાજકોટ

~ ઐતિહાસિક (પૌરાણિક સ્થળ):

વડનગર-કીર્તિતોરણ

સિદ્ધપુર-રુદ્રમહાલય

મોઢેરા-સૂર્યમંદિર

પાટણ-રાણકીવાવ

વિરમગામ-મુનસરતળાવ

~ જુનાગઢ: અશોક નો શિલાલેખ

: મહોબત ખાન નો મકબરો

~ અમદાવાદ: જામા મસ્જિદ

: સીદીસૈયદની જાળી

: જુલતામિનારા

:હઠીસિંહ ના દેરા

~ નવસારી- પારસીની અગીયારી

* ધાર્મિક સ્થળો:

= નું મંદિર- જગતગુરુ શંકરાચાર્ય મઠ

= સોમનાથનું મંદિર (12જ્યોતિર્લિંગ)

= અંબાજી,બહુચરાજી,પાવાગઢ,ચોટીલા વગેરે નો સમાવેશ થાય છે.

= પાલીતાણા-જૈન તીર્થસ્થાન

= ડાકોરના રણછોડરાય

* ઉત્સવો:

= અમદાવાદ: પતંગોત્સવ

: કાંકરિયા કાર્નિવલ

= કચ્છ-રણોત્સવ

= મોઢેરા- ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ

= વડનગર-તાના રીરી મહોત્સવ

* જૈન તીર્થ સ્થાનો- બૌદ્ધ પ્રવાસન સ્થળો

= પાલિતાણા-જૈન તીર્થ સ્થાન

= વડનગર,તારંગા, ખંભાલીડા,ઢાંક, જગડીયા,તળાજા, કોટેશ્વર વગેરે સ્થાપત્યો. મા ગુફાઓ પ્રસિદ્ધ છે.

* મેળાઓ:

= મોઢેરા નો મેળો: મોઢેરા (મહેસાણા)- શ્રાવણ વદ અમાસ

= બહુચરાજીનો મેળો: બહુચરાજી(મહેસાણા)- ચૈત્ર સુદ પૂનમ

= શામળાજીનો કાળિયા ઠાકોરજીને નો મેળો: શામળાજી (અરવલ્લી)- કારતક સુદ ૧૧ થી પુનમ

= ભાદરવી પૂનમનો મેળો: અંબાજી (બનાસકાંઠા)- ભાદરવા સુદ પૂનમ

= ભવનાથનો મેળો: ગિરનાર (જુનાગઢ)- મહા વદ ૯ થી ૧૨

= તરણેતરનો મેળો: તરણેતર(સુરેન્દ્રનગર)- ભાદરવા સુદ ૪ થી ૬

= ભડીયાદ નો મેળો: ભડીયાદ (અમદાવાદ)- રજબ માસ ની તા. 9,10,11

= નકળંગ નો મેળો: કોળીયાક (ભાવનગર)- ભાદરવા વદ અમાસ

= માધવપુરનો મેળો: માધવપુર (પોરબંદર)- ચૈત્ર સુદ ૯ થી 13

= વૌઠાનો મેળો: ધોળકા (અમદાવાદ)- કારતક સુદ પૂનમ

= મીરાદાતારનો મેળો: ઉનાવા (મહેસાણા)- રાજા માસની તા.16 થી 22

= ડાંગ દરબાર નો મેળો: આહવા (ડાંગ)- ફાગણ સુદ પૂનમ

= ગોળ ગધેડાનો મેળો: ગરબાડા (દાહોદ)- હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે

= કાર્તિકી પૂર્ણિમાનો મેળો: સોમનાથ (ગીર)- કાર્તિકી સુદ પૂનમ

= ભાંગુરીયાનો મેળો: કવાટ (છોટાઉદયપુર)- હોળી થી રંગ પાચમ સુધી.

* ભારતમાં આવેલ વિદેશી પ્રજાઓ.

= ભારતમાં દ્રવિડ પ્રજા ની પ્રાચીન પ્રજા તરીકે થતી હતી પરંતુ નો નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્ર અને અદ્યતન શોધખોળો એવું જાણવા મળ્યું છે કે, 'દ્રવિડો અને બીજે છ જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ ભારતમાં રહેતી હતી.'

*નેગ્રીટો (હબસી, નીગ્રો )

~ મૂળ વતન: આફ્રિકા

~ માર્ગે: બલુચિસ્તાન થી ભારત માર્ગે.

~ શારીરિક લક્ષણો: વાણે શ્યામ, ચાર થી પાંચ ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ.

~ ભારતના પ્રાચીન નિવાસી મનાય છે.

* ઓસ્ટ્રેલોઈડ( નિષાદ):

~ મૂળવતન :અગ્નિ એશિયા

~ માર્ગ :અગ્નિ એશિયાના માર્ગે ભારત

~ શારીરિક લક્ષણો: વણ શ્યામ, લાંબુ-પહોળો માથું ચપટું નાક, કદ ટૂંકુ.

~ ભારતનિ કોલ અને મુંડા જાતી,અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રાહ્મણ પ્રદેશ(મ્યાનમાર)ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે.

~ કૌશલ્ય: માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડ નું વણાટ, ખેતી કામ કરવું, તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા.

* દ્રવિડ ( આર્ય દ્રવિડ ઓના ઋણી છે. સમજાવો):

= દ્રવિડો મૂળ ભારતના હતા.

= દ્રવિડો મોહેંજો દડો સંસ્કૃતિ ના સર્જક અને પાષણ સંસ્કૃતિના સીધા વારસદાર માનવામાં આવે છે.

= ધૂપ-દીપ, પૂજા, આરતી ની ભેટ.

= આ ઉપરાંત પ્રકૃતિ પુજા,પશુ પૂજા વગેરે દ્રવ્યો ની ભેટ છે.

= માતા રૂપે શક્તિ( પાર્વતી), પિતા રૂપે પરમાત્મા (શિવ) ની પૂજા ની ભેટ.

= ઈટોના પાકા મકાનો બનાવી નગર સભ્યતા વિકસાવી.

= દ્રવિડ કુળની ચાર ભાષા હતી. તમિલ અને, તેલુગુ, મલયાલમ અને કન્નડ.

= માતૃ મુલક કુટુંબ વ્યવસ્થા તેમના સમયમાં હતી.

= આર્યોના આગમન થી દ્રવિડો દક્ષિણ તરફ ખસતા.

* અન્યપ્રજા:

= આ પ્રજાઓ મધ્ય માંથી આવેલી છે.

= અલ્પાઈન, ડીનારીક, આર્મેનોઇડ, મોંગોલોઈડ વગેરે પ્રજા ભારતમાં આવી.

= આ ત્રણ જાતિ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે. આ પ્રજાના અંશ ખાસ કરીને મહારાષ્ટ્ર,બંગાળ,ઓડીસા,ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

* મોંગોલોઇડ ( કિરાત):

= હા પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારત આવી.તેમણે ઉત્તર આશામ,સિક્કિમ,ભૂતાન,પૂર્વ બંગાળ વગેરે માં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું.

~ મૂળવતન :ચીન

~ માર્ગ :તિબેટના માર્ગે ભારત આવ્યા.

~ ઉ.અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ ભૂતાનમાં વસવાટ કર્યો.

~ શારીરિક લક્ષણો: વણ મેળો, ચપટો ચહેરો, ચપટું નાક, ઉપસેલા ગાલ, બદામ જેવી આંખો.

~ તેમનો પણ પીળો હોવાને કારણે "કિરાત" નામે ઓળખવામાં આવે છે.

* આર્ય (નોર્ડિક):

= આર્યપ્રજા સમકાલીન પ્રજામાં સમૃદ્ધ.

= પ્રાચીનકાળમાં હિન્દુ આર્ય કહેવાતા.

= પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં સાત નદીઓ વહેતી હોવાને કારણે તેમણે તેને"સપ્તસિંધુ" નામ આપ્યું. આર્યોએ સપ્તસિંધુ પ્રાંત માં વસવાટ કર્યો.

=આર્યપ્રજા વાસી તે પ્રદેશ "આર્યાવર્ત".

= ભરત નામના રાજા પરથી "ભારત વર્ષ".

= આર્ય પ્રજા પ્રકૃતિપ્રેમી પ્રજા.

= નદી, પર્વત, પશુ, વૃક્ષો, સુર્યા, અગ્નિ, વરસાદ, વાયુ વગેરે ની પૂજા કરતા.

= આર્ય એ વેદના મંત્રો (ઋચાઓની )રચના યજ્ઞયાદીક વિધિઓ ભારતમાં શરુ થઈ.

* વિદેશી પ્રજા નો ભારતમાં ભારતીયકરણ.

Or

* ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ નું નિર્માણ.

= ભારતમાં એક વિદેશી પ્રજાનું આગમન સમન્વિત સંસ્કૃતિનું નિર્માણ કર્યું.

= વિદેશી પ્રજાએ ભારતના લોકો સાથે લગ્ન સંબંધ, સામાજિક સંબંધ, કૌટુંબિક સંબંધો દ્વારા પ્રજાનો સંમિશ્રણ થતું ગયું.

= તેમની ભાષા રહેણી-કહેણી ધાર્મિકતા વિચારોમાં પરિવર્તન સમન્વયકારી વિકાસ કર્યો.

= વિદેશી પ્રજા ની સમન્વિત સંસ્કૃતિને લીધે ભાતીગળ સંસ્કૃતિ નું નિર્માણ કર્યું છે.

= આમ, વિદેશી પ્રજાનું ભારતમાં ભારતીયકરણ.

* ભારતના વારસાનું જતન- સંરક્ષણ.

= ભારતનો વારસો સુંદર, રમણીય, નયનરમ્ય અને આકર્ષક બનાવી છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે.

= ભારતના નાગરિક તરીકે તેનું જતન-સંરક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે.

= વારસાના તત્વોને લીધે આપણને વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે વારસાના તત્વ અને કોઈ નુકસાન ન કરે તોડફોડ ન કરે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે.

= આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી, તેની જાળવણી કરવાની ફરજ છે.

= આપણા બંધારણના રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો માં કલમ 51(ક) મા ફરજ છે તેમાં પણ છ, જ, ટ અર્થાત 6, 7, 9 મા અનુક્રમે દર્શાવ્યા છે.

=છ : આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની.

=જ : જંગલો,તળાવો,નદીઓ અને અન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની.

=ટ: જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની.

= આપણા વારસા ના તત્વોની શુદ્ધતા, પવિત્રતા, સુંદરતા ની જાળવણી.

= પ્રકૃતિ આપણને અઢળક સમૃદ્ધિ આવી છે.

= હજારો વર્ષ પ્રાચીન વારસાના તત્વોની જાળવણી ને લીધે આપણા રાજકીય, સામાજિક, આર્થિક,ધાર્મિક,સાંસ્કૃતિક વિકાસ થયો છે.

= આમ,પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્ય ભારતની ભૂમિ પર સર્જ્યો છે તેની સુંદરતા,પવિત્રતા અને શુદ્ધતા અને આપણે સૌ સાથે મળીને,એક નૈતિક ફરજ જ સમજીને જાળવવા જોઈએ.

* Kishor Classes *

Phonenumber :8200338638

Kishor Sir :9426083215

---------------------------------------------------------------------------